સુખ અને દુઃખમાં બસ ગણગણ્યા કરીએ.
હર્ષ અને શોકમાં બસ ગણગણ્યા કરીએ.
પરિસ્થિતિ છોને જાય બદલાતી હરપળમાં,
હાસ્યને રૂદનમાં બસ ગણગણ્યા કરીએ.
સવળા પાસા તો ભલા કોકદિ' પડતા હોય,
આશાને નિરાશામાં બસ ગણગણ્યા કરીએ.
એક આંખે હસાવી બીજી આંખે રડાવે કદી,
મોજ હોય કે બોજ બસ ગણગણ્યા કરીએ.
આપણે ગાયનમાં હંમેશાં ગમને ઓગાળીએ,
તમસ હોય કે તેજ બસ ગણગણ્યા કરીએ.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.