શરદ પૂર્ણિમા.
૧) લાવો હથેળી શ્યામ લખી દઉં,
    હૈયે હરિવર નામ લખી દઉં:
    આંગળી ઉપર આતમ પ્યારે,
    કર ઉપર કિરતાર  લખી દઉં,
    મુખ ઉપર માખણ ખાનારો,
    ગાલ ઉપર ગોવિંદ લખી દઉં.
*****
૨) હળવે હળવે હળવે હરજી, 
      મારે મંદિર આવ્યા રે;
    મોટે મોટે મોટે મેં તો મોતીડે  
વધાવ્યા રે,
       કિધું કિધું કિધું મુજ પર એવું 
કામણ કિધું રે:
          ભૂલી ભૂલી ભૂલી હું તો ઘરનો 
ધંધો ભૂલી રે,
      મળીયા મળીયા મળીયા,
       નરસૈંયાના સ્વામી રે.
     *****
૩) ગરથ મારું ગોપિચંદન, 
તુલસી હેમનો હાર:
     સાચું રે મારો શામળો રે;
  મારે દોલતમાં ઝાંઝ ‘ને  
પખાજ રે, શામળા ગિરધા
  🙏.       🙏.        🙏
    
 - Umakant