એક તો એ લોકો કે જેમને સમય "મળતો જ ના હોય"
ને બીજા એ લોકો કે એમનાં જીવનમાં એમને ગમતો સમય "આવતો જ ના હોય"
આ બે પ્રકારનું જીવન જીવતા લોકોને જો જીવનમાં થોડો ઘણો આનંદ જોઈતો હોય તો, એ લોકોએ
"ખાસમખાસ" આ એક કામ કરવું જોઈએ કે, એમના મનમાં ચાલી રહેલાં "એવાં વિચારો કે જે ખૂબ લાંબા સમયથી માત્ર વિચારો જ રહ્યા હોય, જેનું કોઈ પરિણામ મળ્યું જ ના હોય, એવા વિચારો ઓછા કરતા જવું"
કેમકે, એનાથી "સૌથી મોટો ફાયદો" એ થશે કે,
આપણને ધીરેધીરે સમજમાં આવવા લાગશે કે,
ઈશ્વરે આપણને સૌને "આપણા જીવનને માણવા માટે કેટલો બધો સમય આપ્યો છે"
- Shailesh Joshi