*આખી બારાખડી નો અર્થ*, *બહુ જ *સુંદર લખાણ* *છે,*
*ધીમે ધીમે ધ્યાનથી વાંચજો, જરૂર ગમશે.*
*જીવન જીવવાની સાચી રીત આ બારાખડીથી માણીએ.*
*"ક" ... કદી રિસાવું નહિ.*
*"ખ" ... ખરાબ(ખોટું) લગાડવું નહિ.*
*"ગ" ... ગરમ મિજાજ રાખવો નહિ.*
*"ઘ" ... ઘરને મંદિર બનાવી રાખવું.*
*"ચ"... ચતુરાઈ બધે ના દાખવવી.*
*"છ"... છલ ક્યારેય ન કરવું.*
*"જ"... જનમ સફળ કરવો.*
*"ઝ" ... ઝંખના સારી વસ્તુની રાખવી.*
*"ટ" ... ટકટક કરવી નહિ.*
*"ઠ" ... ઠપકો મોટાનો સાંભળી લેવો.*
*"ડ" ... ડર ભગવાનનો રાખવો.*
*"ઢ" ... ઢગલા બંધ ધર્મ કરવો.*
*"ત" ... તરફદારી સાચાની કરવી.*
*"થ" ... થકાવટ મહસુસ ના કરો.*
*"દ" ... દર્દને નજર અંદાજ કરો.*
*"ધ" ... ધરમમાં રુચિ ધરાવો.*
*"ન" ... નફ્ટાઈ ક્યારે ન કરવી.*
*"પ" ... પક્ષપાત ના કરવો.*
*"ફ" ... ફસાવવા નહિં કોઈને.*
*"બ" ... બમણું આપતા શીખો.*
*"ભ" ... ભગવાનનો પાડ માનવો.*
*"મ"... મરજી મુજબ ના વર્તવું.*
*"ય" ... યશ માટે ના જીવવું.*
*"ર" ... રસ્તા ખોટાં ના અપનાવવા.*
*"લ" ... લક્ષ્ય પાક્કું રાખવું.*
*"વ" ... વગર પૂછે જવાબ ન આપવો.*
*"શ" ... શરમનું ઘરેણું પહેરી રાખવું.*
*"સ" ... સરસ વાણી બોલવી.*
*"ષ" ... ષડયંત્ર ના રચવું.*
*"હ" ... હસતું મુખ રાખવું.*
*"ળ" ... ફળની અપેક્ષા ન રાખવી.*
*"ક્ષ" ... ક્ષમા વીરસ્ય ભૂષણમ.*
*"જ્ઞ" ... જ્ઞાન હંમેશા વહેચવાથી વધે.*
*બહુ સમય બાદ આખી* *બારાખડીનો અર્થ વાંચવા મળ્યો.*
- Megha