સમયની રેતી
વિચારું છું બેઠી હું આજે એકાંતે,
કેવી અજીબ આ જિંદગીની વાતો છે.
નાની હતી ત્યારે આંગળી પકડી ચાલતી,
આજે મળવાને પણ સમયની ભીંસ છે.
ક્યાં ગયા એ દિવસો માના ખોળાના,
પિતાના ખભા પરની એ સવારી ક્યાં ગઈ?
હર વાતમાં એમની હાજરી હતી જે,
આજે એ મુલાકાત પણ જાણે સપનું થઈ ગઈ.
મોટી થવાની શી જરૂર હતી ઓ ઈશ્વર,
કે ઘર પણ હવે પારકું લાગે છે ક્યારેક.
એ જ માં-બાપ જે વસતા હતા શ્વાસમાં,
આજે એમને મળવા કાઢવો પડે છે સમય.
સમયની આ રેતી સરકતી ગઈ ક્યાં,
ને બદલાઈ ગઈ આ જીવનની પરિભાષા.
હૃદય તલસે છે એ સ્પર્શ માટે આજે પણ,
પણ ફરજોની જંજીરોમાં બંધાયેલી છે આશા.
ક્યારેક તો એવું લાગે છે આ આંખોને,
કે પાછા ફરી જાઉં એ બાળપણના વનમાં.
જ્યાં કોઈ બંધન નહોતું, નહોતી કોઈ સીમા,
બસ વ્હાલની હતી એક અમૃતમય ઝરણા.
પણ હવે તો સ્વીકારવી રહી આ વાત,
કે સમય વહેતો રહે છે પોતાની ગતિએ.
બસ હૃદયમાં સાચવી રાખવી એ યાદોને,
ને મળતા રહેવું જ્યારે પણ અવસર મળે.
the story book