ખૂન...
સીમાઓ ઓળંગીને આતંકવાદ ફેલાવો છો,
કટ્ટરતાના અને ધર્મના નામે ખૂન વહાવો છો,
નિર્દોષની હત્યા કરી શું મેળવ્યુ કહો જરા,
ધર્મ સ્થાપિત કરવા અધર્મનુ પ્રપંચ કરો છો,
સિંદુર પણ છીનવી શકો તમે તે સુહાગણના,
નિર્દોષના મોઢે પોતાની બરબાદી નોતરો છો,
તમારી આબાદીની બરબાદી જોવો હવે તો,
ઓપરેશન સિંદુર આવ્યુ છે એક્શન મોડમાં
યુધ્ધ જ હવે તો અંતિમ ચરણ છે દુશ્મનાવટનો,પણ
આતંકવાદનો સદંતર વિરોધ રહ્યો છે આ દેશમાં
હીના રામકબીર હરીયાણી