કે અલબેલી, કંઈક અનકહી ને,
મારે સમજવી હોય છે,
એ મારી શ્વાસો વચ્ચે લહેજત લેતી હોય છે.
કે હળવે ઝૂમતાં વાદળ જેવી હસે ત્યારે,
એ ભીની ઝુલ્ફો ને આડી રાખતી હોય છે,
એ શ્વાસ બનવાનો વાયદો કરી,
મારાં હ્દય ને ધબકતું કરતી હોય છે.
કે પાંપણની પાછળથી એ સપના ઘૂમાડતી હોય છે,
એ હોય તો વિસ્મય પળોને નિહાળતી હોય છે.
કે કદી મૌન રહી ને ઘણા પ્રશ્ન પૂછે,
એ નજરે વાતો કરતા કરતા ભીંજાવતી હોય છે.
કે એમ લાગે કે જીવું અધૂરું છે એના વિના,
આ જાણ એને પણ છે,
છતાંય તડપાવીને એ મોજ લેતી હોય છે.
કે કાયમ સાથ નથી પણ લાગણી જાય છે ,
એ વિરહની વચ્ચે પણ વધારે,
મારી જ થતી જાય હોય છે.
કે શબ્દો વગર એ સંદેશા આપી જાય છે.
કે શબ્દો વગર એ સંદેશા આપી જાય છે મને,
મંદ મુસ્કાન સાથે મારું મૂંગુ હ્રદય પણ વાંચી જાય છે.
~ કિર્તન છેતા