શબ્દોથી સારું તું લાવજે.
એ મળે ત્યારે બોલાવજે.
બાવનમાં બધું જ સમાય ?
એ સિવાયનું શીખવાડજે.
શું ઉરને આવડી બારખડી?
ભાષા મૌનની સમજાવજે.
બોલનારા તો થાકી ગયા છે,
દેહભાષા થકી એને હરાવજે.
આંસુઓની એબીસીડી જોઈ?
ખારાશથી અમરતને પ્રગટાવજે.
આમ તો મારગ ભૂલેલા બંને,
તું ગોતજેને મને પણ ચલાવજે.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.