આજે હું જે લખીશ એ ૯૯% લોકોને પસંદ નહીં આવે
પણ હું લેખક છું મારું કામ માત્ર લખવાનું છે એ જોવાનું નથી કે વાંચનાર ને ગમ્યું કે ન ગમ્યું...તો હા મને નથી લાગતું કે લગન કોઈ પવિત્ર બંધન છે...તમે ખુદ વિચારો જે કામને લગન પહેલા ગંદું માનવામાં આવતું હતું એ કામ લગનના ૪ મંત્ર થી પવિત્ર કેવી રીતે થઇ ગયું..આપણા સમાજમાં પહેલાથી જ મહિલાઓ ને એ વાત મનમાં ચોંટાડી દેવામાં આવી છે કે તારે જીવનમાં એક બોડીગાર્ડ એટલે કે પતિ હોવો જોઈએ જે તારી જરૂરીયાતો પૂરી કરે તારો સહારો બનીને રહે..અને પુરુષ પૈસા કમાનાર છે તો જ્યારે તું ઘરે આવે ત્યારે ગરમા ગરમ જમવાનું તને તારા ટેબલ પર મળે તારા કપડાંથી લયને ઘર બધું સાફ જોવા મળે.. તમારા બેયના પેટથી લયને શરીરની અને બધી જેટલી ભુખો છે એ બધી સંતોષાય જાય બાપ દાદાનો વંશ આગળ વધે (અને દેશની વસ્તીમા વધારો થાય જે વધારવાની બિલકુલ જરૂર નથી)..આમ લગન સ્ત્રી પુરુષનો સ્વાર્થ અને જરૂરીયાતો પૂરી કરતું યંત્ર છે..અહીં મારો મતલબ એ નથી કે લગન ખરાબ વસ્તુ છે.. હું તો કહું જેને ગમતાં હોય પસંદ હોય એને કરી જ લેવા જોઇએ મારો મતલબ તો અહીં એ લોકો જે લગન પવિત્ર બંધન છે પવિત્ર બંધન છે એમ કરતાં હોય છે એને હકીકત અને સત્ય સમજાવવાનો છે.. આપણા સમાજમાં ધર્મનું નામ જોડીને લોકો પાસે ગમે તે કરાવી શકાય છે.. પણ તમે ભૂલી જાવ છો કે ધર્મની ઉપર પણ કંઈક મહાન છે જેનું નામ સત્ય અને હકીકત છે