વગર મહેનત મળી જાય બધું એવી
જિંદગીની શું મજા...
અને ટાઈમ પર મળી જાય ખાવાનું તો,
ભૂખની શું મજા...
આમ તો આ જીંદગીમાં નથી મળતી મંજિલ બધાને,
પણ જો મળી જાય મંજિલ તરત જ તો,
રસ્તાની શું મજા...
અને વગર મહેનત મળી જાય બધું એવી,
જીંદગીની શું મજા...
આમ તો આ જીંદગીમાં નથી મળતું કોઈને કઈ ટાઈમ પર,
પણ જો મલી જાય બધું ટાઈમ પર તો,
સપનાની શું મજા...
અને વગર મહેનત મળી જાય બધું એવી,
જીંદગીની શું મજા...
આમ તો આ જીંદગીમાં નથી થાતું બધું ગમતું,
પણ જો થાય બધું ગમતું તો,
દુઃખની શું મજા...
અને વગર મહેનત મળી જાય બધું એવી,
જીંદગીની શું મજા...
અને ટાઈમ પર મળી જાય ખાવાનું તો,
ભૂખની શું મજા...
- ધરમ મહેશ્વરી