✨સપનાની શોધમાં…✨
જઈ રહી છું જ્યાં છે મારા સપના,
માર્ગ છે સ્વર્ગ સમો,
મુશ્કેલીઓથી ભરેલો...
સાથે છે ઘણા સંગાથ,
છતાં પણ હું એકલી છું મારા માર્ગ પર,
સૌંદર્યની મજા માણતી
જઈ રહી છું જ્યાં છે મારા સપના...
વાદળો જાણે ચૂમી રહ્યા છે પ્રેમી પર્વતોને,
જરણા લાગણીઓની જેમ વહી રહ્યા છે,
વૃક્ષો જાણે મને જોઈને હસે છે,
એના ફૂલો કરે છે મારું અભિવાદન...
મારી આંખ કેદ કરે છે દરેક ક્ષણ,
અને આવી રહી છે મારી મંજિલ—
હું જઈ રહી છું મારા સપનાઓ તરફ... ✨
-પાયલ