"ફરી ક્યારે મળીશું ?"
પૂછું ત્યારે, જ્યારે તું મળવા આવે.
રાહ જોતી મારી આંખોને ટાઢક મળે.
કેટલો પ્રેમ કર્યો છે તને એ કહેવા મળે.
જીવનની કોઈ ક્ષણ તારા વિનાની ન મળે.
પ્રેમના બદલે પ્રેમ નહીં, બસ તારી ક્ષણ મળે.
જીવી જઈશ કે તારા ફરી મળવાની આશ મળે.
પૂછી શકું હું તને એટલું કે "ફરી ક્યારે મળીશું ?"
એ પ્રશ્ન નો જવાબ આપવા પણ તું મળ મને.
- Mir