લિબિયાના કર્નલ ગદાફીએ અમેરીકન વિમાનને ભર આકાશે ફૂંકી દેવડાવ્યુ ✈️
અમેરીકા સાથે અણબનાવ ધરાવતા કર્નલ ગદાફી દાવ ખેલ્યા વગર જંપે તેમ ન હતા. સપ્ટેમ્બર, ૧૯૮૬માં તેમની
આતંકવાદી ટુકડીએ કરાંચીના વિમાનીમથકે પાન
અમેરિકન વિમાનના હાઇજેકિંગનો પ્રયાસ કર્યો.
પાકિસ્તાનની સુરક્ષા ટુકડીએ પ્લેનને જવા ન દીધું.
હાઇજેકર્સ અને ટુકડીના સભ્યો વચ્ચે પેસેન્જર
કેબિનમાં સામસામા ગોળીબાર થયા, જે દરમ્યાન
મુસાફરોને બચાવવા માટે જાનની બાજી લગાવી દેનાર
ભારતીય ફ્લાઇટ-અટેન્ડન્ટ નીરજા મિશ્રાને બુલેટ
વાગતાં તે મૃત્યુ પામી. ભારતે તેનું બલિદાન મરણોત્તર અશોક ચક્ર વડે બિરદાવ્યું. પાકિસ્તાન સરકારે નીરજા માટે ‘નિશાન-એ-ઇન્સાનિયત' ખિતાબ જાહેર કર્યો.
ફિનલેન્ડના પાટનગર હેલ્સિન્કી
ખાતે અમેરિકન દૂતાવાસ પર અનામી
ફોન કોલ આવ્યો. અરબી લઢણમાં
અંગ્રેજી શબ્દોચ્ચારો કરનાર વ્યક્તિએ
બાતમી આપી કે આગામી બે સપ્તાહ
દરમ્યાન એકાદ દિવસે પાન-અમેરિકન
એરલાઇન્સનું પ્રવાસી વિમાન બોમ્બના
વિસ્ફોટનો ભોગ બનવાનું હતું.
ફિનલેન્ડની જ મહિલા પ્રવાસીના
સામાનમાં તેની જાણ બહાર હાઇ-
એક્સ્પ્લોઝિવ બોમ્બ મૂકાવાનો હતો.
બાતમીદારે વધુ બે સ્પષ્ટતા કરી :
વિમાનને ભરઆકાશે ફેંકી દેવાનો પ્લાન
પેલેસ્ટાઇનના કથિત ત્રાસવાદી અબુ
નિદાલના ગેરિલા જૂથે ઘડ્યો હતો અને
ફ્લાઇટ એ કે જેનો આરંભ જર્મનીના
ફ્રેન્કફર્ટ વિમાની મથકે થવાનો હતો.
ઉચ્ચારો મુજબ આરબ જણાતા
બાતમીદારના કહેવામાં તથ્યના નામે દમ
કેટલો અને માત્ર સૂકો દમ કેટલો એ નક્કી
કરી શકાય તેમ ન હતું, પણ અમેરિકન
સરકાર આવા મામલામાં હંમેશા
અગમચેતીનું વલણ અપનાવતી હતી.
આથી ફોન કોલ આવ્યા પછી
ડિસેમ્બર ૫, ૧૯૮૮ના રોજ
અમેરિકન વિદેશ મંત્રાલયે તેની
બધી એલચી કચેરીઓને તેમજ
વિમાની કંપનીઓને ચેતવણીનું
બુલેટિન મોકલ્યું. દેખીતું છે કે
પાન-અમેરિકનનો પણ તેમાં
સમાવેશ થતો હતો. વિશેષ કરીને
આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ યોજતી તે
એરલાઇન્સ માટે તો ચેતવણીને
વધુ ચિંતાજનક ગણવી પડે તેમ
હતી. બાતમીદારે તેના પ્લેનને
લક્ષ્યાંક ગણાવ્યું હતું. વધુમાં, પાન-
અમેરિકન પોતાના દરેક મુસાફર
પાસે ટિકિટના દર ઉપરાંત પાંચ
ડોલરનો સિક્યોરિટી ચાર્જ
ઉઘરાવતી હતી. આ ચાર્જ
સામે તેણે એરપોર્ટ પર બધા
પેસેન્જરોનું, પોતાના
કર્મચારીઓનું, સૂટકેસોનું,
હેન્ડબેગેજનું, એ૨પોર્ટની
કોફી શોપ તેમજ વોશરૂમ
જેવી સુવિધાઓનું અને
પ્લેનનું ‘તસુએ તસુ’
સ્ક્રીનિંગ કરવાની બાહેંધરી
આપી હતી. આ ગેરંટીને
લીધે ક્યારેક તેના માથે બહુ
મોટી આર્થિક જવાબદારી
આવી પડવાનું જોખમ હતું.
કોઇ હોનારત માટે રખે તેની
બેકાળજી કારણભૂત હોવાનું
સાબિત થાય તો નુકસાની
પેટે તેણે કરોડો ડોલર
ચૂકવવા પડે એ નક્કી વાત હતી.
આમ છતાં, પાન-અમેરિકનના
સ્ટાફે આવશ્યક સતર્કતા દાખવી નહિ.
બાતમીદારે જર્મનીના ફ્રેન્કફર્ટનો ફક્ત
નામોલ્લેખ કરેલો, પરંતુ ત્યાં પણ તંત્ર
શિથિલ હતું--એટલી હદે કે અમેરિકાના
વિદેશ મંત્રાલયે પાઠવેલો ચેતવણીનો
પરિપત્ર ટેબલ પરનાં કાગળિયાંના ઢગલા નીચે દફન પામ્યો અને જ્યારે હાથમાં આવ્યો ત્યારે તે કશા મતલબનો રહ્યો ન હતો.
https://www.facebook.com/share/p/175m81NUKS/