ગોપાલ મારો પારણિયે ...!!
પારણિયે ઝૂલી રહ્યો રે ગોપાલ મારો
નંદ ઘેર રચાયો જાણે આનંદનો ભારો
હેતે ઝૂલાવતાં પારણિયું યશોદા હરખે
શ્રાવણની એ રાતલડીએ મંગળ સરકે.
એના હરેક પગલે પગનાં ઘૂંઘરું ઘમકે,
એની મોરલી થકી મનમોહક સૂર થરકે,
વાંસલડીના સૂરે આ સારી સૃષ્ટિ મલકે
ઘોર અંધારી રાતે ભીનાં વાદળ છલકે.
શોભે શિરે એના મોરપિચ્છ મુગટસમું
એનું મુખડું ચમકે ચંદ્રની ચાંદની સરીખું
ગોપીઓ ગાય ગીત હરખથી ગોપાલને
નમણે નયને નિહાળે છે એ સૌ બાળને
'મૃદુ'ની કલમે સરકી કથા જન્મોત્સવની
વ્રજવાસીઓ ઝૂમે રાસ રમતાં ઉત્સવની
ગોકુળ આનંદના ઉત્સવો હિલોળે ચઢ્યું
જાણે હરિ પધાર્યાની હરખમાં એ પડ્યું.
*************************
Mahendra Amin 'mrudu'
Florida (USA)
*************************
08/15/2025, Saturday at 22:15