આંસુ
ખારો સ્વાદ આંસુનો,
ખારો સ્વાદ સાગરનો,
એક લાગણીનું પૂર,
એક અવકાશનો અગણિત પટ
કહે છે આંસુમાં દર્દની ગાથા,
કહે છે સાગરમાં અણજાણી વાતોની કથા
આંસુ છે અંતરની ઊંડાઈ,
સાગર છે કુદરતની ગહેરાઈ
બંનેમાં છે અસહ્ય ખારાશ,
એક મનની, બીજી વિશાળતાની
પણ બંને છે જીવનનો ભાગ,
એક અંતરનો અગ્નિ,
એક ભવ્ય સાગરનો ત્યાગ.
DHAMAk