સુખમાં આનંદ કરે, દુઃખમાં એ રડે,
મતલબ એમ એણે હજી કઈ જાણ્યું નથી,
કડવા શબ્દો બોલે, ગળ્યામાં એ ઉણપ,
મતલબ એમ એણે હજી કઈ વિચાર્યું નથી,
ઝડપથી દોડતો ફરે, ધીરજમાં એ ખૂટે,
મતલબ એમ એણે હજી કઈ ચાલ્યો નથી,
ખોટું કરતો રહે, સાચાંમાં એ થાકે,
મતલબ એમ એણે હજી કઈ ઉતાર્યું નથી,
જ્ઞાનની વાતો કરે, અહંકારમાં એ પડે,
મતલબ એમ એણે હજી કઈ જીવ્યો નથી.
મનોજ નાવડીયા