" યાદ તમારી "
આવે છે અનહદ જ્યારે યાદ તમારી.
છલકાઈ જાય છે ત્યારે આંખ અમારી.
હજુ પણ જોઈ રહ્યો છું હું વાટ તમારી.
લાગતું નથી છે કંઈ કદર ખાસ અમારી.
છોડીને સાથ ભલેને સંવારી કાલ તમારી.
જુઓ થઈ ગઈ વેરવિખેર આજ અમારી.
અમારા હૃદયને છે હજુએ આશ તમારી,
ને, તમે માંગો છો જોવાને લાશ અમારી?
પણ જો મળે અંતિમ પડાવે કાંધ તમારી,
તો, "વ્યોમ" હસતાં નીકળે સાંસ અમારી.
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.