ફરક પડે છે......?
તું કહે છે મને કઈ ફરક જ નઈ પડતો....
અરે તું મારી લાગણી ને સમજી કેમ નથી શકતો.....
એવું ન હોય કે બધા પોતાના ઇમોસન સીધા બતાવી દે....
ક્યારેક તારે પણ કોશિશ તો કરાઈ ને મને સમજવાની....
મને સંભાળવાની, મારા દિલ ના આવજો ને સંભાળવાની....
મને ફરક પડે છે તારા હોવા ન હોવાથી....
મને ફરક પડે છે તારા લેટ રિપ્લાય આપવાથી...
તમે મારા કરતાં બીજા સાથે વધુ ખુશ જોઈ ને પણ ફરક તો પડે છે...
ક્યારેક મને ઇગ્નોર કરે ત્યારે પણ ફરક તો પડે જ છે.....
કારણ વગર તું જયારે ગુસ્સો કરે છે ત્યારે પણ ફરક તો પડે જ છે...
હું એમ વિચારું છું કે ,તું શાંત થઈ ને મને સોરી કહીશ પણ....
તને કઈ ફરક જ નઈ પડતો ...
મને જ્યારે સમજી નથી શકતો તો પેલા રિલેશન માં આવ્યા જ કેમ...
કેમ મને તારી એટલી આદત લગાડી દીધી કે ....
તારા વગર સાવ રહી ન શકું....
અને હવે તને જ ફરક પડતો બંધ થઈ ગયો...
જે વ્યક્તિ મારું એક આંશુ પણ નીચે પડવા ન દેતો....
એજ આજે મારા રડવા નું કારણ બની ગયો....
અત્યાર સુધી ફરક પડ્યો પણ હવે...
ફરક નહીં જ પડે......
કેમ કે હવે મને મારા સપનાંઓ થી ફરક પડવા લાગ્યો છે.....
-kanvi💫