" ભાદરવો માસ "
રીઝવવા પિતૃઓને, સૌ કરશે શ્રાદ્ધ.
આવ્યો રે આવ્યો રે ભાદરવો માસ.
જીવતેજીવ તો ન આપ્યો એક ગ્રાસ.
બોલાવી કાગડાને નખાશે કાગવાસ.
જીવતાં હોય ત્યારે તો ના બેઠાં પાસ.
મર્યા બાદ ધર માથે લખે પિતૃ નિવાસ.
જીવતાં જેણે કરી સદા સંતાનની ફિક્ર,
મર્યા પછી એ પિતૃ નડે, વાત બકવાસ.
જીવિત વડીલની કરી લે સેવા "વ્યોમ",
આશીષ રહેશે માથે ને મળશે કૈલાસ.
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર.