મિત્રો ઇજ્જત કોઈની એટલી જ કરવી
જેટલી સામેવાળાને હજમ થઇ શકે.
વધારે ઈજ્જત આપશો તો એની તો નહીં
વધે પણ તમારી જરૂર ઓછી થશે.
કામના ગુલામો ને ક્યારેય પ્રેમ ન પીરસવું
કારણ કામના ગુલામોને પ્રેમ હજમ નથી થતું.
દેડકાને તમે સોનાના શિહાસન ઉપર
બેસાડો તોય કૂદકો કાદવમાં જ મારે.
જીવનના જે પ્રશ્નો અમૂલ્ય હોય એ
ઈશ્વરને પૂછવા ઇન્સાનોને ન પૂછવા.
તમારી અંદરની મનોસ્થિતિ પર બહારની
પરિસ્થિતિનો અસર ન પડવો જોઈએ.
માનસિક સુખ દુ:ખ મનનો વહેમ છે અને શારીરિક
કષ્ટ એ તમારા પૂર્વ જન્મના કરેલા કર્મોનું ફળ છે.
રાવણને ફક્ત રામ જ મારી શકે
રાવણના દસ મસ્તક હતા.
12 કે 15 કેમ નહીં તો તો આપણા શરીરમાં 10 ઇન્દ્રિયો છે
રાવણને આ દશે ઇન્દ્રિયોના મુખ ખુલ્લા હતા. જો એક ઇન્દ્રિય ના તમે ગુલામ બનો તોય જિંદગીની પથારી ફેરવી નાખે રાવણની દશે ઇન્દ્રિયોના મુખ ખુલ્લા હતા એટલે એને દશાનન કહેવામાં આવતું. મૂર્તિઓમાં અને ફોટામાં દસ મસ્તક એક લાઈનમાં દર્શાવવામાં આવે છે તો આવી રીતે એક લાઈનમાં દસ મસ્તક નહોતા. આ દસ ઇન્દ્રિઓ ઉપર વિજય મેળવો તો તમે ઇન્સાનમાંથી ભગવાન થઈ શકો . રામ મર્યાદા પુરુષોત્તમ છે રામે દશે ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો છે એટલે રામ રાવણને મારી શકે આપણને કોઈ અધિકાર નથી કે આપણે એના પૂતળાનું દહન કરીએ કારણકે રાવણ આપણા કરતાં તો વધારે જ્ઞાની હતો. આપણા અંદર જે રાવણ રહેલો છે એનો આપણો આત્મા જ રામ છે એના દ્વારા એનું દહન કરવાનું
છે. મિત્રો ઘણા લોકો પ્રશ્ન કરતા હોય છે રામ ભગવાન હતા તો સીતાનો ત્યાગ કેમ કર્યું. તો મિત્રો આખો સાગર જ્ઞાનનો ભરેલો હોય પણ તમારી પાસે ગાગર છે એ લઈને જાઓ તો તમારી એ ગાગરમાં કેટલું સમાય. તમને આ વાતો સમજાતી નથી તો એમાં એ રામ નું વાંક નથી તમારા મગજનો વાંક છે તમારો મગજ ની ક્ષમતા નાની છે એટલે આ મોટી વાતો તમારા મગજમાં નથી સમાઇ શકતી અને રામાયણ વાંચવામાં જેટલી સરળ છે સમજવામાં એટલી જ અઘરી છે હું મારા 15 વર્ષના અનુભવ ઉપરથી કહું છું હું 15 વર્ષથી રેગ્યુલર રામાયણ વાંચું છું. દર વખતે મને અલગ સમજાય છે. રામ અને રાવણ આપણી અંદર જ છે કોને વિજય આપાવવો હોય તમારા હાથમાં છે. રામ ને વિજય અપાવવામાં કષ્ટ થાય એટલે લોકો રાવણને જીતાડી દે છે.
લી. "આર્ય"