ઈચ્છાઓ અને વાતો
ઈચ્છાઓ તો તારલાં જેવી છે
હાથ વધારું તોય દૂર રહે છે
સ્પર્શ કરું તો વિખરે છે
પણ દિલમાં સપનાં રૂપે રહે છે
વાતો તો આંખોમાં અટકી છે
હોઠ સુધી ક્યાં એ પહોંચે છે
નજરની ભાષા ક્યાં સમજાય છે
અને શબ્દોથી પણ કહી કહેવાય છે
હૈયું તો કહેવા ખાતર તત્પર છે
પણ મનની વાત કયા થાય છે
સાથ નો સંબંધ ક્યાં નિભાવે છે
એ પાંખો આવે એટલે પોતાના ઉડી જાય છે
ઈચ્છા અને વાતનું મર્મ કયા દેખાય છે
જીવનનુ ને સમજો એજ સત્ય છે
પ્રેમથી જીવી લે જે એજ નર કહે છે
કરે કર્મ એ માટે ક્યાંય અશકય છે