જૂઓ ને ઢળી રહેલા સૂરજને
કેવી મનમોહક તા!
જરા પણ નિરાશા નહીં.
બસ તે જાણે છે, ઢળીને પછી ઉગવાનું છે.
પછી નાહકની નિરાશા શીદને!
બસ આ ભાનુ સમજાવી રહ્યો જીવન.
તું સમજી જા ઘણું જ છે.
કદી અંતરમન હતાશા થી ઘેરાશે નહીં.
ઉગવાનું છે તો આથમવા નું પણ છે જ!
પછી વિતી રહેલા સમયમાં ખીલવાનું છે.
બસ જે ખીલી જાણે છે તે જ તો જીવી જાણે છે.
જીવી લે જીંદગી ને ક્ષણિક દુઃખને ભુલીને.
જો ધીમે ધીમે ગતિ કરી રહેલો રવિ.
બસ ચંદ્ર ની શીતળતાનો લ્હાવો ધરાને આપવા માટે.
આથમતાં રવિ જો આથમી રહ્યો
બસ નવી સવારની તૈયારી માટે.