દિપાવલી
દીપાવલીનો પર્વ ત્યારે જ સાચા અર્થમાં ઉજવાય છે,
જ્યારે પિતાના પરિશ્રમથી ઘસાયેલા હાથ,
માત્ર કામ નહીં, પણ સંઘર્ષના દીવડા બનીને પ્રગટે છે.
અને માતાનો નિર્મળ પ્રેમ,
માત્ર વાત્સલ્ય નહીં, પણ ત્યાગ અને ધીરજની જ્યોત બનીને ઝળહળે છે.
આ પ્રેમ અને પરિશ્રમની જ્યોતથી,
દીપાવલીનો પર્વ ખરા અર્થમાં
સફળતા અને શાંતિનો પર્વ બની રહે છે.
(દરેક ઘરમાં સંઘર્ષ કરતો પિતા કુબેર છે
અને માતા ઘરને પરિશ્રમથી સુંદર બનાવતી લક્ષ્મી છે)