પ્રારંભ સિનિયર સિટીઝન હોમ્સ ખાતે.
બિલકુલ શુદ્ધ હવા, પ્રદૂષણમુક્ત. ક્લબ હાઉસમાં જૂની ફિલ્મો, બિલિયર્ડ કે ટેબલટેનિસ જેવી ગેમ્સ, તહેવારોની સામુહિક ઉજવણી જેવી કે નવરાત્રી ગરબા, દિવાળી આરતી, ગણેશ ચતુર્થી જેવા. 70 ઉપરના બધા વયસ્કો પણ જે નાચે કે ગરબા કરે છે!
આજે જ કોઈ fb પોસ્ટ સિનિયર હોમ્સ વિશે વાંચી.
આ બધામાં ઘણા NRI છે. બીજાનાં બાળકો વિદેશમાં દૂર રહે છે.
બહારનો દેખાવ તો ખૂબ સરસ. દરેક નાની એવી વિલાની બહાર આઠ દસ પ્લાન્ટ રહે એવી જગ્યા.
એની તકલીફો પણ છે. શાક વગેરે 7 કિમી બાવળા જઈ લેવું પડે. 150 વિલા વચ્ચે એક શાકવાળો અઠવાડિયે બે કે ત્રણ દિવસ આવે ત્યારે વયસ્ક સન્નારીઓ નું પણ હુલ્લડ મચી જાય.
દૂધ, છાપું ગેટ પર ડિલિવર થાય પછી એમના માણસ કાર્ટ માં ઘેર સવારે આપી જાય પણ જો દૂધ બગડ્યું, કોઈ મહેમાન આવ્યું વ. તો ટીપું દૂધ ન મળે બીજી સવાર સુધી. કરિયાણું અને દવા એક બાવળાનો વેપારી પહોંચાડે છે પણ અમુક ઓર્ડર ભેગા થાય ત્યારે.
મકાનો માં એક નાનો રૂમ, એક પેસેજ જેવું કિચન, બેડરૂમ અને બહાર નાનો પેસેજ, ઓટલો.
આર્કિટેક્ટ પુત્રે ધ્યાન ખેંચ્યું કે ક્યાંય ક્રોસ વેન્ટિલેશન નથી અને ઉપર સ્લેબમાં પંચર રાખવું જોઈએ (એટલે બારીક છિદ્રો) જેથી ગરમ હવા ઉપરથી નીકળી જાય. એની ગેરહાજરીમાં રૂમ બપોરે ભઠ્ઠી જેવો તપે.
બાવળાથી આવવાના રસ્તે પાણી ભરાઈ જાય એટલે કટ ઓફ.
મેં અગાઉ ઘણી વાર કહ્યું છે એમ આ વ્યવસાય આરક્ષણની ચોથી પેઢીની દેન છે. એકાદ માર્ક માટે સંતાનો ઓસ્ટ્રેલિયા કેનેડા કે ન્યૂઝીલેન્ડ ભણવા જાય પછી ત્યાં જ સેટ થવાની આર્થિક મજબૂરી અને મા બાપ ની ઉંમર થાય એટલે ચિંતિત સંતાનો જ્યાં એમની સંભાળ લેવાય, કહેવાતી મેડિકલ કેર હોય ત્યાં મૂકે. એકલાં અટુલા વયસ્ક મા બાપ સંતાનોનું ભલું ઇચ્છી અહીં એમની જેવી સ્થિતિ વાળાં એની મા બાપો સાથે આનંદમાં રહે. બેય તરફ જે થોડું કે ઘણું સહન કરી જતું કરવું પડે એ મા બાપ સંતાનોને કે સંતાનો મા બાપ ને કહે નહીં.
તો જુઓ ત્યાંના ફોટાઓ.
મારે તો મારું ઘર જ મારું સ્વર્ગ. નન્હી સી દુનિયા નન્હે ખ્વાબ. સંતોષી જીવો.