કોઈની લાગણીને સમજવી ખોટી છે?
મારા મતે તો જરાય નહીં.
જો આપણી ભાવના સકારાત્મક હોય તો.
લાગણીઓ કેટલાંયે સ્વરૂપે અંતરમનમાં રહી.
તેમાં ખુશી અને દર્દ મુખ્ય બે ભાવ છે.
કોઈનું સુખદુઃખ કે કોઈની ના વ્યક્ત થયેલી ભાવનાઓને સમજવી ક્યાં ખોટી છે.
કોઈ તેના મનનો ભરાઇ રહેલો ડૂમો તે વ્યક્તિ સમક્ષ ક્યારે વ્યક્ત કરે છે?
જ્યારે કોઈ સમજનાર કે સાંભળનાર ના હોય તેવા સમયે કોઈ એવી વ્યકિતનું આવવું જેનાં પર તેને વિશ્વાસ પેદા થાય.
આ વિશ્વાસ થી જ જે-તે વ્યક્તિ પોતાની ભાવનાઓને વ્યક્ત કરે છે.
બસ ફક્ત એક જ અપેક્ષા થી!
તેને જે વ્યક્તિ પ્રત્યે પોતાનાં વિચારો કે લાગણીઓ વ્યક્ત કરી છે તે તેને સમજશે.
તે તેના ખોવાઈ ગયેલા માર્ગની દીવાદાંડી બનશે.
આવા સમયે તે વ્યક્તિ ની લાગણીઓને એક યોગ્ય માન આપીને સમજવી કદી ખોટી ના હોય શકે!
લાગણીઓ ને દર્શાવનાર નો વિશ્વાસ કરતા સમજનારની ઈમાનદારી વધું મહત્વની હોય છે.