" ગઝલમાં "
જાણું છું કે છે જરૂરી શેરિયત ગઝલમાં.
પણ લખું છું જિંદગીની હકીકત ગઝલમાં.
નથી જાણતો વધું હું મક્તા કે મત્લા વિશે,
કિંતુ હોવા જોઈએ શેર મજબૂત ગઝલમાં.
લય ને પ્રાસ જળવાઈ રહે એક ગઝલમાં,
એટલે છે રદીફ કાફિયાની જરૂરત ગઝલમાં.
છંદ ને અલંકાર તો છે શણગાર ગઝલનાં,
અછાંદસે લાવે સુંદરતા શાશ્વત ગઝલમાં.
કલ્પના છે અભિન્ન અંગ ગઝલનું "વ્યોમ"
તો દર્દ હૃદયનાં કરે સુંદર સજાવટ ગઝલમાં.
✍... વિનોદ. મો. સોલંકી "વ્યોમ"
જેટકો (જીઈબી), મુ. રાપર