એક કવિએ જે તે સમયે લખેલી એક કવિતા.
વંદેમાતરમ્
આઝાદી પૂર્વે સમગ્ર દેશને એકજૂટ કરીને એક એક વ્યકિતમાં આઝાદી ની નવચેતના જાગૃત કરી હતી.
તે કાવ્ય એટલે વંદેમાતરમ્,
જે પછી દરેક આઝાદીના લડવૈયા ઓનો આઝાદી નો બુલંદ નારો બન્યો.
વંદેમાતરમ્ એટલે મારી માતૃભૂમિ ને હું વંદન કરું છું.
બસ એક સીધો અને સાદો અર્થ.
તેમાં કોઈપણ ધર્મ હિન્દુ, મુસ્લિમ,શીખ કે ઈસાઈ હોય જે ભૂમિ પર રહેતા હોય તે દરેક તે ભૂમિને નમન કરવા જોઈએ.
આજે દોઢસો વર્ષ પછી એ જ કાવ્ય જ્યાં આખા દેશની આશોઓ બેઠી છે તે સંસદમાં પરસ્પર ઝઘડાઓ નું કારણ બને છે.
ગજબ છે વિધીની વક્રતા!
જે કાવ્ય થી દેશ એક થયો હતો તેજ કાવ્ય થી દેશને માનસિક રીતે વિભાજિત કરવાની તૈયારી!
આ સ્થિતિ જોઈને તેનાં રચયિતા બંકિમ ચન્દ્ર ચટ્ટોપાધ્યાય અને મુખ પર વંદેમાતરમ્ બોલીને ફાંસીના માંચડે લટકનાર દેશના સપૂતો નાં આત્મા પર શું વિતતી હશે?
વાત વિચારવા જેવી છે.
વંદેમાતરમ્.