દેશભક્તિની ગઝલ "ધબકારા ચુકી જવાય છે."
(વતનની રક્ષા અને શહીદોના બલિદાન પ્રત્યેનો આદર)
૧)સરહદના એ પડકારમાં ધબકારા ચૂકી જવાય છે,
વીરોની સજ્જ તલવારમાં ધબકારા ચૂકી જવાય છે.
૨)તિરંગો જ્યારે લહેરાય છે ગગનની ઊંચાઈએ,
એ કેસરીયા શણગારમાં ધબકારા ચૂકી જવાય છે.
૩)માતૃભૂમિની રક્ષા કાજે જે હસતા મુખે હોમાયા,
એ વીરોના રક્તની ધારમાં ધબકારા ચૂકી જવાય છે.
૪)દુશ્મનને જ્યારે ધૂળ ચટાડે હિંદના આ જવાનો,
યુદ્ધના એ રણકારમાં ધબકારા ચૂકી જવાય છે.
૫)ભારત માનું નામ લેતા જ હૈયું ગજગજ ફૂલે છે,
વતનના એ જયજયકારમાં "સ્વયમ’ભુ" ધબકારા ચૂકી જવાય છે.
અશ્વિન રાઠોડ ”સ્વયમ’ભુ”