પ્રેમ એટલે પહેલી મુલાકાતથી લઈને,
પાનેતરમાં જોવા સુધીની સફર !!
કહેવું તો ઘણું છે તને,
બસ તારા પૂછવાની રાહ છે !!
અર્થ નથી સમજતી હું પ્રેમનો,
એટલે જ આશિક થઈ છું હું એમના !!
પહેલો પ્રેમ સાચે જ બહુ યાદગાર હોય છે,
ના તો એ મળે છે કે ના તો એ ભૂલાય છે !!
હું પણ શોધમાં છું જે માત્ર મારું હોય,
કોઈક એવું જે બીજા કોઈનું ના હોય.
જ્યાં પ્રેમ હોય છે,
ત્યાં નારાજગી હોઈ શકે છે
પણ નફરત ક્યારેય નહીં !!
જયારે બે તૂટેલા હ્રદય ભેગા થાય,
ત્યારે એક વફાદાર Love Story ચાલુ થાય !!
સ્વમાન કહે છે છોડી દે એમને,
પ્રેમ કહે છે એમની પર બધું કુરબાન !!
હસવાથી શરૂઆત થાય અને રડવાથી ખતમ,
બસ આ જ એક જુર્મને લોકો મોહબ્બત કહે છે !!
તું ચાહે ગમે એટલા રસ્તા બદલી લે,
મારી મંઝિલ તું છે અને બસ તું જ રહેશે !!
જે હાર્ટમાં હોય એ જ હર્ટ કરે,
બાકી બીજાથી શું ફરક પડે !!