2025ની ડાયરીનું છેલ્લું અને શ્રેષ્ઠ પાનું...
2025ના આ અંતિમ પડાવ પર ઊભા રહીને જયારે પાછું વળીને
જોઈએ છીએ, ત્યારે સમજાય છે કે જીવન એક વહેતી નદી જેવું
છે...જેમાં કેટલાક વહાલા સંબંધો કિનારે છૂટી ગયા, તો કેટલાક
અજાણ્યા ચહેરાઓ હૃદયના ધબકાર બની ગયા. ક્યારેક ખાલી
ખિસ્સાએ રાતની ઊંઘ છીનવી લીધી હશે, તો ક્યારેક નાની
સફળતાએ આખા પરિવારના ચહેરા પર સ્મિત રેલાવ્યું હશે.
પણ યાદ રાખજો, જે દૂખી દિવસોએ તમને રડાવ્યા છે, એ જ
દિવસોએ તમને લોખંડ જેવા મજબૂત પણ બનાવ્યા છે... વર્ષ કહ
બદલાય એ તો કુદરતનો નિયમ છે, પણ જ્યારે માણસ અંદરથી
બદલાય અને નવી શરૂઆત કરવાની હિંમત કરે ત્યારે ઈતિહારા
રચાય છે. જે ખોયું એને કુદરતની મરજી માનીને સ્વીકારી લો અને
જે બાકી છે એને જીતવાની નવી જીદ સાથે 2026ના આંગણે
ડગલું માંડો. દુનિયાની કોઈ પણ ખરાબ પરિસ્થિતિ કાયમી નથી.
બસ તમારી અંદરનો સૂરજ ઉગતો રાખજો, કારણ કે તમારા
નસીબના સોનેરી પાના લખાવવાના હજી બાકી છે....