હદના દાયરામાં રહેતા શીખી ગયા એ,
જ્યારથી અમને બેહદ ચાહતા શીખી ગયા !!
કોઈ સાથે દિલ લાગે એ પ્રેમ નથી,
પણ જેના વગર ક્યાંય દિલ ના લાગે એ પ્રેમ છે !!
હું સૂર ઢોળું ને એ વીણી લે તો ગીત કહેવાય,
હું શ્વાસ છોડું ને એ ઝીલી લે તો પ્રીત કહેવાય.
આ જિંદગી ચાલી તો રહી હતી,
પણ મેં તારા આવ્યા પછી જીવવાનું ચાલું કર્યું !!
આ પ્રેમનું ગણિત છે સાહેબ,
અહીં બે માંથી એક જાય તો કંઈ નથી વધતું !!
જે કહી દીધું એ શબ્દો હતા જે ન કહી શક્યો એ લાગણી હતી,
જે કહેવું છે છતાં પણ નથી કહી શકતો એ પ્રેમ છે !!
હું જાન બચાવીને રાખું છું એક જાન માટે,
ખબર જ ના પડી ક્યારે આટલો પ્રેમ થઈ ગયો,
એક અંજાન માટે. !!!
તારો છે સંગાથ તો બધું વ્હાલું લાગે છે,
તારા વગર મારાં શબ્દો ને પણ એકલવાયું લાગે છે !!
તારી સાથે હોવ તો શબ્દો નથી મળતા,
અને એકલો હોવ તો કાગળ નથી વધતા !!