અરીસામાં જોવા અરીસાયે, સવાલ તરતો મૂક્યો છે,
મેં ખુદને ખુદમાં ઉતારી, જવાબ વળતો મૂક્યો છે.
છે ભેદ-ભ્રમ અહીં સૌના, રૂપે રગે સરખા મૂક્યા છે,
વાડા ભલે આદમ કર્યા, રુધિર જ મળતો મૂક્યો છે.
મૌન રહી સાધી નહિ શકું, અતુલ હવે આ દુનિયાને હું,
મારા ભીતર દીવો ખુદ, ખ઼ુદાએ જળહળતો મૂક્યો છે.