આ સમય પણ કેવો જીદ લઈ બેઠો
આગ દેખી પાણી દેખ્યા વીજળી ના કડાકા ભડાકા અને લોકોને ભડથું થઈ બળતા દીઠ્યા ,દુષ્કાળ દેખ્યા યુધ્ધ દેખ્યા, પુર દેખ્યા કયાક સુનામી વાવળ વંટોળ અને ઘરતી કંપ દેખ્યા, પશુ ધન ને થર થર ધૃજતુ દીઠું, નાના મોટા પક્ષી ને થર થર કાપતાં મરતા દીઠા, જગતના તાત ઘરતીને ખેડનાર અને ગાયોના ગોવાળ ને બેબસ લાચાર દેખ્યો, ઉભા પાક ને પાણીથી બળતો સુકાતો દીઠ્યો,
બેચારો એકલો નીરાધાર માણસ દેખ્યો,
કોઈ સાચું આંતરડું બાળી અધીરો થઈ મદદે દોડતો ઉભે પગે દીઠો, તો કોઈને ખોટી મહાનતા બતાવતો નઠારો ધુતારો દેખાવ કરતો દીઠો, કોઈ ને માનવીની લાચારીનો ફાયદો ઉપાડી લુટતો દેખ્યો , તો માણસ પાસે માણસને લુટાતા દીઠ્યો,
શાની છે આ હાય ખાય , શાના છે આ પ્રકોપ, ચારો કોર અંધા ધુધી આખરે સાનો છે આ પ્રકોપ હે કુદરત તું કેમ રૂઠ્યો?