*જલસા કરો તેનો કોઇ વિરોધ નથી,પરંતુ આવકની મર્યાદામાં કરો,કોઈને બોજ ના બનો.કોઈના ઓશિયાળા બની ના જીવો.પૂર્વજની કે પપ્પાની પુંજી પર પાગલપણ એ સમય જતાં પોતાના પગ પર કુહાડી મારવા સમાન છે.પોતાની વીસ-બાવીસ વર્ષની ઉમર પછી સંતાને કોઈના પર બોજ ના બનતાં મનમાં માનેલાં સોણલાં સાકાર કરવાની ઉંમરે ઊંઘી રહેશો તો વૃદ્ધત્વ વહેલું નક્કી સમજો.શુભ સવાર.*
. - વાત્સલ્ય