ગીત મંજરી,પ્રેમ ની યાદ
લય મેળ કાવ્ય ગીત રચના
વહે વેળા ને એમ વહી વાશુ,
ફરતા રહે જોબનને જરી જાશું.
યૌવન ભરી જેહ મલકે છે સોણલાં.
નભ ઘેરાય મેઘ ને ટહુકે છે મોરલા.
મળે જો મેળ તો મન મોહી જાશું...
ભરાયે ઉમંગ ને યાદો ના ઓણલા.
રુપ ઘેલા રંગ માં હેત ના હોરલા.
પરમ ની પ્રિત ને પાંગરી ગાશું......
હળતા હૈયા માં ગમ્મત ગુલાલ ના.
ઉઘડે સવાર અને મોતી ધુમ્મસના.
શીતળતા ની સુવાસે પ્રસરી પાશુ.....
ઘરી ધીર એ નરમાઈ નીરવની.
પુરણ પ્રિત પાંગરે છે પ્રણયની.
અંજવાળી રાત ને રંગ ભરી જાશું.
મનરવ ના મેળ મુલ મલકના.
તનરવ ના તંગ તંગ ચલકના.
ખગ કલરવ નાદે ખંખોળી ખાવું....
મનજીભાઈ કાળુભાઇ મનરવ