પ્રકૃતિને મળવાને આવ્યા અમે સાગર કિનારે.
તરંગો નિહાળવાને આવ્યા અમે સાગર કિનારે.
સામ્રાજ્ય રજનીનું ને સાગર શાંત બની ટહેલે , ઉતંગરવ સાંભળવાને આવ્યા અમે સાગર કિનારે.
દીસે છે નાવ ક્યાંક ક્યાંક સમંદર શોભા વનારી,
પ્રફુલ્લતા પામવાને આવ્યા અમે સાગર કિનારે.
હરખે હૈયું નિસર્ગને નિહાળીને નિજ નયનને સહજ,
ઉરધબકારે સાંકળવાને આવ્યા અમે સાગર કિનારે.
દેવ વરુણ રખેને શાંતિ સુત્રો ભણી રહ્યા હોય ને,
મનને મહેકાવવાને આવ્યા અમે સાગર કિનારે.
ચૈતન્ય જોષી 'દિપક 'પોરબંદર.