Gujarati Quote in Whatsapp-Status by Mansi Desai Shastri

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ક્રિસ્પી ડેથ (ભાગ-4)
​શહેરના સૌથી મોટા ફાઈવ સ્ટાર હોટલના ટેરેસ પર કોર્પોરેટર ગજરાજ સિંહની વર્ષગાંઠની પાર્ટી ચાલી રહી હતી. સંગીત, લાઈટ્સ અને મોંઘી વાનગીઓની મિજબાની હતી. ઇન્સ્પેક્ટર વિક્રમ હાંફતા હાંફતા ત્યાં પહોંચ્યા. તેમનો શ્વાસ અધ્ધર હતો, કારણ કે 'સંજય' નામના એ કાતિલનો આગલો શિકાર ગજરાજ સિંહ જ હતા.
​વિક્રમે જોયું કે ગજરાજ સિંહના ટેબલ પર પણ એ જ 'ગોલ્ડન પોટેટો' કાફેની સ્પેશિયલ ફ્રેન્ચફ્રાઈઝ સર્વ કરવામાં આવી હતી.
​"રોકાઈ જાઓ! કોઈ આ ખાશો નહીં!" વિક્રમે બૂમ પાડી. આખી પાર્ટીમાં સન્નાટો છવાઈ ગયો.
​ગજરાજ સિંહે હસતા હસતા કહ્યું, "ઇન્સ્પેક્ટર, તમે પણ આ નાસ્તાના દીવાના થઈ ગયા લાગે છે? આ તો શહેરની બેસ્ટ ફ્રાઈઝ છે."
​વિક્રમે પ્લેટ ઝંચૂટી લીધી અને તપાસી. પણ આ વખતે કંઈક અલગ હતું. ફ્રાઈઝની નીચે લોહી નહીં, પણ એક નાની ડિજિટલ ચીપ હતી. વિક્રમે તરત જ પોતાના લેપટોપ સાથે એ ચીપ કનેક્ટ કરી.
​સ્ક્રીન પર એક વિડિયો પ્લે થયો. આ વિડિયો પાંચ વર્ષ જૂનો હતો. જેમાં આર્યન, સમીર અને ગજરાજ સિંહ એક ટેબલ પર બેસીને દિનુ કાકાની જમીનના કાગળો પર સહી કરી રહ્યા હતા. વિડિયોમાં દિનુ કાકા બહાર રડી રહ્યા હતા અને ગજરાજ સિંહ અંદર બેસીને ફ્રેન્ચફ્રાઈઝ ખાતા ખાતા હસતા હતા.
​વિડિયોના અંતે સંજયનો અવાજ સંભળાયો:
​"મેં તમને ઝેર નથી આપ્યું. મેં તમને તમારો જ અરીસો બતાવ્યો છે. પણ યાદ રાખજો, જે સ્વાદ તમે આજે માણ્યો છે, એ છેલ્લો હશે. કારણ કે 'ધ ગોલ્ડન પોટેટો' કાફેના દરેક બટાકામાં મેં એક એવું કેમિકલ ભેળવ્યું છે જે 24 કલાક પછી કામ કરવાનું શરૂ કરશે."
​પાર્ટીમાં હાજર રહેલા અડધાથી વધુ મહેમાનો, જેમણે હમણાં જ એ ફ્રાઈઝ ખાધી હતી, તેમના ચહેરા પીળા પડી ગયા. ગજરાજ સિંહના હાથમાંથી કાચનો ગ્લાસ છૂટી ગયો.
​વિક્રમે ચારેબાજુ નજર દોડાવી. વેઈટરના ડ્રેસમાં એક વ્યક્તિ દૂરથી વિક્રમ સામે જોઈને સ્મિત આપી રહ્યો હતો. એ બીજું કોઈ નહીં પણ સંજય હતો!
​વિક્રમ તેની પાછળ ભાગ્યો, પણ સંજય હોટલના ટેરેસ પરથી નીચે કૂદી ગયો. શું સંજયે આત્મહત્યા કરી લીધી? કે પછી આ તેની કોઈ મોટી ગેમનો હિસ્સો હતો?

Gujarati Whatsapp-Status by Mansi Desai Shastri : 112019263
New bites

गांव की ज़िंदगी – सुकून का असली घर
गांव की ज़िंदगी – सुकून का असली घर

सुबह की पहली किरण जैसे ही खेतों पर पड़ती, पूरा गांव सुनहरी रोशनी से जगमगा उठता। पक्षियों की मधुर चहचहाहट, मंदिर की घंटियों की आवाज़ और ठंडी हवा मन को एक अलग ही शांति देती थी।

शहर में रहने वाली अनन्या कई साल बाद अपने दादा-दादी के गांव आई थी। शहर की भागदौड़, ट्रैफिक और मोबाइल की दुनिया में वह खुद को थका हुआ महसूस करती थी। गांव पहुंचते ही उसने देखा—हर चेहरे पर मुस्कान थी, हर घर का दरवाज़ा खुला था और हर इंसान एक-दूसरे का हाल पूछ रहा था।

एक सुबह दादाजी उसे खेतों में ले गए। हरी-भरी फसलें हवा के साथ झूम रही थीं। किसान मेहनत कर रहे थे, लेकिन उनके चेहरों पर संतोष साफ दिखाई दे रहा था।

अनन्या ने पूछा, "दादाजी, यहां लोगों के पास शहर जैसी सुविधाएं तो नहीं हैं, फिर भी ये इतने खुश कैसे हैं?"

दादाजी मुस्कुराए और बोले, "बेटी, खुशी बड़ी-बड़ी इमारतों में नहीं, बल्कि संतोष, अपनापन और प्रकृति के साथ जीने में होती है।"

उस दिन अनन्या ने बच्चों के साथ मिट्टी में खेला, पेड़ों की छांव में बैठकर कहानियां सुनीं, तालाब किनारे सूर्यास्त देखा और रात को खुले आसमान में अनगिनत तारों को निहारा।

जब वापस शहर लौटने का समय आया, तो उसके दिल में एक नई सोच जन्म ले चुकी थी। उसने समझ लिया कि जीवन का असली सुख केवल पैसा कमाने में नहीं, बल्कि अपनों के साथ बिताए गए पलों और प्रकृति के करीब रहने में है।

उसने तय किया कि चाहे वह शहर में रहे, लेकिन गांव की सादगी, प्रेम और शांति को हमेशा अपने जीवन का हिस्सा बनाए रखेगी।

सीख:
"सच्ची खुशी वहीं मिलती है, जहां मन को शांति, रिश्तों में अपनापन और प्रकृति का साथ मिलता है। गांव की सादगी ही जीवन की सबसे बड़ी दौलत है।" 🌿🌾

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now