ઝૂમખાં લાવ્યો હું લે.....ભટ્ટસાહેબ
તાર માટે ઝૂમખાં લાવ્યો હું લે,
કાચમાં મૂકી લઈ આવ્યો હું લે.
આ અરીશો તો મને ગમતો નથી,
પણ હ્રદયમાં પ્રેમ ભરી ઊભો હું લે.
જો કિતાબો ખૂલે તો વંચાય છે,
એટલે આજે હુ પણ ખુલ્યો હું લે.
છે સવાલો કોણ ચાહે છે તને,
એ સવાલોમાં પ્રથમ દોડ્યો હું લે.
જો મળે તમને સમય તો આવજો,
પણ સહારો થાઉ એ ભૂલ્યો હું લે.
આજ પણ "સાહેબ" તારી રાહ છે,
બાકી તો બીજાથી હું થાક્યો હું લે.