ઘરનું આંગણું સત્કારે, તમે આવો મારા આંગણે.
ઉમરાનું તોરણ છે હારે, તમે આવો મારા આંગણે.
કરીને કલરવ પક્ષી પણ રાજીપો એનો પ્રગટાવે,
ઉગતો સુરજ આવકારે, તમે આવો મારા આંગણે.
શીતળ મંદ સુગંધી વાયુ તો ચોમેર પ્રસરી જાણે કહેતો,
તરુ પત્રરવ કરી બોલાવે, તમે આવો મારે આંગણે.
નયનમાં નેહને હૈયામાં હેત ઊભરાતું અતિથિ આગમને,
યજમાન શબ્દો ઉચ્ચારે, તમે આવો મારે આંગણે.
ઈશથી અધિક ગણીએ તમને ધન્ય ઘડી ધન્ય ભાગ,
કોકિલ ટહુકારે આવકારે, તમે આવો મારા આંગણે.
-ચૈતન્ય જોષી 'દિપક' પોરબંદર.