જગથી હારું, શિવ શરણ સ્વીકારું.
કોણ છે મારું, શિવ શરણ સ્વીકારું.
ભાવથી ભોળાનાથને ભજું.
છું માનવ મારું શું ગજુ.
સર્વસ્વ સદાશિવને હું ધારું....1
અંતરયામી આશુતોષ તમે.
ના જુઓ પ્રભુ દોષ તમે.
શિવવિણ જીવન હોય અકારું...2
શિવ શંકર દયા કરો તમે.
વિનંતી મારી ઉર ધરો તમે.
આર્તનાદે ભોળા શંભુ પોકારું...3
-ચૈતન્ય જોષી .દિપક, પોરબંદર