ઉત્તમ ચુંબન થયું, વિરે ચૂંમી લીધી ધરતી,
કેવું એ દ્રશ્ય સર્જાયું, બાપે ઉઠાવી અરથી.
પ્રથમ ચુંબન જનનીનું લઈ એ ગયો મેદાને,
હસતા હસતા અંતિમ જુવાર કર્યા બધાને.
માભોમ કાજે જેમણે ફના કરી દીધી હસ્તી....
તે એકલો નર લડી પડ્યો, સામે શત્રુ હજાર,
પણ ન હટ્યો એ પાછળ, સામે જીલ્યા વાર.
એ સદનમાં બેસી નહિ જાણી તમે એ મસ્તી....
ધરા બની હતી લાલ, તેના બુંદ બુંદ રુધિરથી,
શત્રુમાં થયો હડકંપ, વિરના સેલાબી નીરથી.
મનોજ એ વિરે બધાવી છે દેશની ડૂબતી કસ્તી....
મનોજ સંતોકી માનસ
#ચુંબન