હૂંફ Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

હૂંફ Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful હૂંફ quote can lift spirits and rekindle determination. હૂંફ Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

હૂંફ bites

#હૂંફ

દૌલત, શૌરત, સતા,ઓછા લાગ્યા,
ઓછા લાગ્યા સગા સબંધી.

હૂંફ મળી તારી હે દોસ્ત,
જમીન આસમાન ફિક્કા લાગ્યા.

Prem_222:

હુંફ જે મળી माँ ના ગર્ભમાં આજ મને સંભારે,
યાદ કરું કપરા સમયમાં મારી માં મને સાંભરે,

હુંફ મને મળી પિતાની લાગણીઓમા એવી તે,
આજ એકલા વિકટ પરિસ્થિતિમાં સંભારે,

હુંફ મને મળી બેનીનાં હાલરડામાં એવી તે,
કે આજ ઘોંઘાટયા જીવનમાં બેની સંભારે,

હુંફ મને મળી ભાઈ ના સાથ ની એવી તે,
આજે એકલતા લડતા લડાઈ ભાઈ સાંભરે,

હુંફ મને મળી મારા મિત્રોનાં સંગાથની એવી તે,
આજ પળ પળ શાંતિ ઈછતાં ભેરુ મારો સાંભરે,

હુંફ મને મળી મારાં સાથી સહવાસની જે એવી તે,
આજ પ્રેમ કેરા એકાંત માં મારી સંગીની સંભારે.....


#હૂંફ

તૂ અને હું
જનમો જનમ ના સંગી સાથી
#હૂંફ

મળી છે #હૂંફ
માં તારા દામન માં
બીજું શું માંગું?

પિતા નો હાથ
માથે હોય હૂંફાળો
શું લાગે ડર?

ભાઇ બેન ના
પ્રેમ ની #હૂંફ હોય
તો ખોટ શેની?

મિત્રો ની સાથે
#હૂંફ મિત્રતાની છે
તો બીક કોની?

કનૈયા તારા
આર્શીવાદ થી મળી
#હૂંફ બધાની

રાખજે સદા
તારો હાથ માથે તું
માંગું એટલું

....✍️ વિ.મો.સોલંકી "વિએમ"

#હૂંફ

એ સઘળા સંબંધો હવે યાદો બની ચુકયા છે,
પણ એ યાદોય કાંઇ
ઓછી હૂંફ નથી આપતી.
-રશ્મિ રાઠોડ
#હૂંફ

હાથ ઝાલી એક બીજાના
અરસપરસ હૂંફ આપીશું
ધ્રજતા હાથ લંબાવવા
વસમું લાગે છે હવે

(વૃદ્વની ડાયરીએથી )
#હૂંફ

સમય બદલાયો તોય હૂંફ એવી જ રહી.. 😶

Follow ♥️
#nish
#હૂંફ

હૂંફ માટે પાત્રતા શું
યોગ્યતાની જરૂર ક્યાં
કોયલના બચ્ચાં કાગડાના
માળે પ્રેમથી ઉછર્યા
#હૂંફ