નવો દિવસ નવી જ ઘટનાઓને લઈને આવે છે,
રાતની કલ્પના કરેલી આવતીકાલના દિવસની
અટકળો માત્ર અટકળો જ હોય છે,
ક્યારેક આવતો દિવસ કલ્પના કરતા પણ સારો હોય છે,
પણ ક્યારેક એ દિવસ કલ્પના પર ખરો ન ઉતરે તો
અફસોસ જ વર્તાય છે. માત્ર કલ્પનાને આધીન ન રહી નવી જ ઘટના બનાવી લેવી....
- ભૂપેન પટેલ અજ્ઞાત