તને ચાહવામાં જિંદગી ઓછી પડે.
તને પામવામાં જિંદગી ઓછી પડે.
મંથરગતિ મારી મન્મથ કરજે હરિ,
તને આપવામાં જિંદગી ઓછી પડે.
ધરી પીતાંબર શંખચક્ર ચતુર્ભૂજ છો,
તને સત્કારવામાં જિંદગી ઓછી પડે.
ગણિત તારું છે જ જુદું ખબર મને,
તને પરખવામાં જિંદગી ઓછી પડે.
આવજે અબ્ધિવાસી આર્તનાદ આજે,
તને મળવામાં જિંદગી ઓછી પડે.
- ચૈતન્ય જોષી " દીપક " પોરબંદર.