સપનાઓ તૈયાર હતા ઉડાન ભરવા
સપનાઓ તૈયાર હતા ઉડાન ભરવા..."
ઉડાન ભરી હતી દીકરીના નિર્વિક સ્મિતને જોવા,
ઉડાન ભરી હતી ખુશ્બુએ સંસાર વસાવા માટે,
ઉડાન ભરી હતી સુખમય ગૃહસ્થ જીવનના સપના સજાવવા,
ઉડાન ભરી હતી પ્રિયતમના સ્પર્શને પામવા,
ઉડાન ભરી હતી પત્નીની અંતિમ ઈચ્છાને પૂરી કરવા,
ઉડાન ભરી હતી ભારત દેશની યાદોને હૈયે રાખીને...
અને આખરે —
ઉડાન ભરી હતી સુમિતના સહારે,
રોશનીના અજવાળે,
સર્વના સપનાઓ સાથે…
મળ્યા... ઈશ્વરના દ્વાર પર
ૐ શાંતિ 🙏🏻