પોતાના મિત્ર માટે અભિનવ આહીર દ્વારા લખાયેલ કવિતા⬇️
હાલને ભાઈબંધ એ સ્વર્ગ-રુપી બાળપણ માં જઈ એ
એ લાકડીનો કટકો , અને મોટું ટાયર ફેરવીએ
એ કાળા પાટીયા માં સાપ-સીડી રમીએ
ઈ દુકાનો વાળી ગલીઓમાં પાછા ફરીએ
હાલને ભાઈબંધ એ સ્વર્ગ-રુપી બાળપણ માં જઈ એ
ના ફેસબુક ના પબજી ના મોબાઈલ ફોન ,
ચાલને ભેરુ રમીએ એ દિલની રમતો
એ દાદા પાસે વાતોનો ભંડાર ખોલીએ
હાલને ભાઈબંધ એ સ્વર્ગ-રુપી બાળપણ માં જઈ એ
હાલને ભેરુ એ નદીએ જઈએ
પાણી થી ભરેલ નાનકડી નદીમાં છલાંગ મારીએ
ઉતરાયણ ન હોઈ તો પણ હાલને ભેરુ એ ગામડે પતંગ ચગાવવા જઈએ
હાલને ભાઈબંધ એ સ્વર્ગ-રુપી બાળપણ માં જઈ એ
આજના યુગની જેમ ચેટીંગ-મેસેજ માં નઈ પરંતુ
રુબરુ મુલાકાત કરીએ
માટી માંથી ઘર બનાવીએ
હાલને ભાઈબંધ એ સ્વર્ગ-રુપી બાળપણ માં જઈ એ
કે હાલને ભાઈબંધ એ સ્વર્ગ-રુપી બાળપણ માં જઈ એ
✍️:- ચેતરીયા અભિનવ
ઉપનામ:- " અભિનવ આહીર "