...." વિરહની વ્યથા"
સાંભળ્યું છે કે તમે જાગતાં રાત વિતાવો છો?
કહેશો જરા હવે કે હૃદયમાં કોને વસાવો છો?
છોડીને મઝધારમાં તમે તો ચાલી નીકળ્યાં હતાં;
ને હવે, એકલાં બેસીને તમે આંસુ વહાવો છો?
છોડવા સમયે તો એક પળ નહોતું વિચાર્યું' તમે,
ને, હવે બીજા જોડે અમારા હાલ પુછાવો છો?
એકબીજા વિના નહીં જીવી શકીએ એવું કહેનાર,
એટલું તો કહો કે, તમે જીવન કેમનું વિતાવો છો?
શેર મારા વાંચીને જુઓ કેવાં થયાં છે ગુમસૂમ?
તોડીને આ પ્રેમ બંધન હવે શું કામ પસ્તાઓ છો?
મારે તો તમને એટલું જ પૂછવાનું છે "વ્યોમ" કે
જીવવા ન દે એવી યાદોને કેમ કરી ભુલાવો છો?
✍:- વિનોદ મો. સોલંકી "વ્યોમ"