ઋણાનુબંધ.
એક નાનો શબ્દ પરંતુ તેનું અર્થઘટન ઘણા જ અજંપાઓનું સમાધાન આપે છે.
આપણી જીંદગીમાં આવતો કોઈપણ સંબંધ 'ઋણાનુબંધ' ને આભારી છે.
આપણું રક્ત થી કે સ્નેહથી થયેલું કોઈ જોડાણ એમ જ થતું હોતું નથી. તેનો કોઈ એક ચોક્કસ 'કાર્મિક સંબંધ' હોય છે.
કર્મથી નિયતિને રચનાર કોઈ સમર્થ શક્તિએ તેનું પૂર્વથી જ બંધન સ્થાપિત કરી દીધું હોય છે.
કોઈ વ્યક્તિ પ્રત્યે કુમળી લાગણીઓનો જન્મ થવો કે અનુભવી, તેનાં પ્રેમમાં પડવું, ખુશી પ્રાપ્ત કરવી કે કોઈને સુખ આપવું, કષ્ટ કે પીડા ખુદ પામવી કે પછી કોઈને દર્દ આપવામાં ખુદ નિમિત્ત પણ બનવું.
આ બધું એમ જ થતું હોતું નથી તે 'ઋણાનુબંધ' ને આભારી છે
ઋણાનુબંધ એટલે 'ઋણ નું અનુબંધ' કરવું ચુકવણું કે પ્રાપ્ત કરવું મારા મતે.
આપણાં સંબંધોમાં આવતી વ્યક્તિ પણ આપણાં કર્મના 'ઋણાનુબંધ' ને જ આભારી છે.
જો કર્મનો સિદ્ધાંત માણીએ તો આ 'જન્મ કે પૂર્વજન્મને' કારણે સાયુજ્ય રચાયું હોય છે.
આપણા જીવનમાં આવેલી કોઈ વ્યક્તિ 'દૂર' થાય છે કે પછી તેનાથી સંબંધો 'વિચ્છેદ' થાય છે ત્યારે આપણે દુઃખી થઈએ છે પરંતુ ક્યારેક તે આપણી મરજી મુજબ નથી થતું હોતું પરંતુ તેનું ઋણાનુબંધ અહિયાં સમાપ્ત થતું હોય છે.
તેની ભૂમિકાનું બંધન અહિયાં સુધી જ નિયતિ એ સ્થાપિત કરેલું હોય છે પછી તે મુકિત પામે છે ઋણાનુબંધ થી કેમ કે પહેલાથી જ લખાઈ ગયેલું છે.
તે સંબંધો સમાપ્ત થતાં નથી હોતાં પરંતુ તેનું ઋણાનુબંધ આપોઆપ તે મુજબની સ્થિતિ નું સર્જન કરી મુક્તિ આપતું હોય છે.
જીંદગીમાં ક્યારેક પામવાની ખુશીને હદયથી માણી શકીએ છે તો ખોવાની તૈયારી પણ હદયથી સ્વીકારવી જોઈએ.
બાકી તો કર્મ અને નિયતિની રચના અનુસાર જ ઋણાનુબંધ રચાતું હોય છે.