ધરતીના રુંધાયેલા શ્વાસમાં, આ કોણે ઝેર વાવ્યું છે?
શાંતિના કોમળ દેહ પર, આ કોણે યુદ્ધ કોતર્યું છે?
તલવારોની તીક્ષ્ણ ધાર પર નાચે છે અહંકાર અહિયાં,
પણ ઘરના સૂના ખૂણે, એક માનું કાળજું કંપ્યું છે.
વિજયના કેફમાં છલકાતા પેલા રણબંકાઓને પૂછો,
કે આ રાખના ઢગલામાં, કોઈનું ઘર આબાદ રહ્યું છે?
સીમા પર દોરેલી લીટીઓ જ્યારે લોહીથી ભીંજાય છે,
સમજો માણસાઈના વહાણનું, વચધારે ભંગાણ થયું છે.
શબ્દો ભલે ખેંચાણ અનુભવે આ લોહીની નદીઓમાં,
પણ જીતના દરેક ઉત્સવમાં, સત્યનું જ મોત થયું છે...!!!
- પંકજ ગોસ્વામી 'કલ્પ'