અહેસાસ
શબ્દો વિના પણ જે સમજાય, એ વાત છે તું,
મારી નિઃશબ્દતામાં છુપાયેલો ભાવ છે તું।
આ અજાણી રાહોમાં જ્યારે ખોવાઈ જાઉં હું,
મને ફરી માર્ગ દર્શાવે, એ વિશ્વાસ છે તું।
જ્યારે તારી આંખોમાં મારી નજર અટકી જાય છે,
સમય પણ જાણે થંભી જઈ મારો સાથી બની જાય છે।
હવાના મીઠા સ્પર્શ સમો તારો અહેસાસ છે,
મારા દરેક સ્વપ્નમાં હવે તારો જ નિવાસ છે।
DHAMAK